તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
નેપાળમાં પૂરની વિનાશક સ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસન સતર્ક : નેપાળમાં ફસાયેલા જિલ્લાના લોકો માટે હેલ્પલાઇન જાહેર
મામલતદાર કચેરી અને ચીફ ફાયર ઓફિસરનો સંપર્ક કરવા અપીલ : પૂરમાં ફસાયેલા વ્યક્તિના સગા-સંબંધીઓ પણ કુટુંબીજનોની માહિતી આપી શકશે : તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવા વ્યવસ્થા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૭ : નેપાળમાં તાજેતરમાં થયેલા પૂરની વિનાશક દુર્ઘટના વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
જો નેપાળમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ વ્યક્તિ ફસાયેલા હોય તો તેઓ અથવા તેમના પરિવારજનો તાત્કાલિક નજીકની મામલતદાર કચેરી અથવા દ્વારકા જિલ્લા ચીફ ફાયર ઓફિસર, ખંભાળિયાનો સંપર્ક સાધે તેવી અપીલ કરવામાં આવી છે.
ફસાયેલ વ્યક્તિના સગા-વહાલા પણ તેમના કુટુંબીજનો વિશેની વિગતો, તેમનું લોકેશન અને સંપર્કની જાણકારી તંત્રને આપી શકે છે, જેથી તેમને બચાવવા અને સુરક્ષિત પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.
જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે જરૂરી સંકલન શરૂ કરવામાં આવ્યું છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
