તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
મોરબીની નાની માધાણી શેરીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.
મોરબીના દરબાર ગઢ નજીક નાની માધાણી શેરીમાં રહેતા હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ (ઉ.વ.૨૬) નામના યુવાને ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
