<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

લોધીકાના છાપરામાં ડેલો માથે પડતાં મધ્‍યપ્રદેશના પ્રોૈઢ પરેશભાઇનું મોત

સ્‍લાઇડીંગ ડેલાના ટાયર ખરાબ થયા હોઇ રીપેર કરતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૮: લોધીકાના છાપરા ગામે લોખંડનો સ્‍લાઇડીંગ ડેલો રીપેર કરતી વખતે અકસ્‍માતે માથે પડતાં મુળ મધ્‍યપ્રદેશના પ્રોૈઢનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. છાપરામાં ટેકનોકાસ્‍ટ કારખાના પાસે રહેતાં અને કંપનીમાં મજુરી કરતાં પરેશરામ ઇન્‍દુરામ કસલેકર (ઉ.વ.૫૭) સાંજે સાતેક વાગ્‍યે લોખંડના સ્‍લાઇડીંગ ડેલાના ટાયર ખરાબ થયા હોઇ તે રીપેર કરતાં હતાં ત્‍યારે ડેલો માથે પડતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે.

(10:55 AM IST)