તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 28th August 2026
ટંકારાના છત્તરમાં સુતેલા યુવાનને પડખામાં સાપે દંશ મારી દેતાં મોત
૨૬ વર્ષના ક્રિષ્નાકુમાર રાજભરે રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: સાપ સહિતના ઝેરી જીવજંતુ કરડી જવાના બનાવોમાં વધુ એક મૃત્યુ થયું છે. ટંકારાના છત્તરમાં કંપનીમાં કામ કરતાં પરપ્રાંતિય મજુરનું પડખામાં સાપ કરડવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ છત્તરમાં આવેલી પોલીકોટ કંપની પાસે રહેતો અને કંપનીમાં કામ કરતો મુળ બિહારનો ક્રિષ્નાકુમાર ભીલારામ રાજભર (ઉ.વ.૨૬) રાતે બે વાગ્યે રૂમમાં સુતો હતો ત્યારે પડખામાં સાપે દંશ મારી દેતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ક્રિષ્નાકુમાર બે બહેન અને ચાર ભાઇમાં મોટો અને પરિણીત હતો. કેટલાક સમયથી છત્તર ખાતે કંપનીમાં કામ કરતો હતો. ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
