તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
માળીયા હાટીનાના આછીદરા ગામે ઉંદર મારવાનું બીસ્કીટ ખાઇ જતાં ચંદુલાલ ઉર્ફે સંદિપનું મોત
છવ્વીસ વર્ષના યુવાને રાજકોટમાં અંતિમ શ્વાસ લેતાં પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું: ભુલથી ખાઇ લીધાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૨૮: જુનાગઢના માળીયા હાટીના તાબેના આછીદરા ગામે રહેતાં યુવાને ઉંદર મારવાનું બીસ્કીટ ખાઇ લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ભુલથી તેણે આ બિસ્કીટ ખાઇ લીધાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ આછીદરા ગામે રહેતાં ચંદુલાલ ઉર્ફે સંદિપભાઇ અમૃતભાઇ માવદીયા (ઉ.વ.૨૬) નામના યુવાને ૨૬મીએ રાતે નવેક વાગ્યે ઘરમાં પડેલુ ઉંદર મારવાનું બિસ્કીટ ખાઇ લેતાં ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે વેરાવળ અને ત્યાંથી જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે રક્ષાબંધનની સવારે દમ તોડી દેતાં પરિવારમા શોક વ્યાપી ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ કરતાં ચોરવાડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચંદુલાલ ઉર્ફે સંદિપભાઇ ત્રણ ભાઇમાં નાનો હતો અને છુટક કડીયા કામની મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. ઘરમાં ઉંદર મારવાનું બિસ્કીટ પડયું હોઇ તે ભુલથી તે ખાઇ ગયાનું સગાએ કહ્યું હતું. પોલીસે વિશેષ કાર્યવાહી યથાવત રાખી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
