તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 28th August 2026
સાયલા નજીક વાહને પૂજારીને લગાવી ટક્કર

વઢવાણ, તા.૨૮: આયા બોર્ડ નજીક આવેલા ચામુંડા માતાજીના મંદિરે પૂજારી તરીકે ફરજ બજાવતા પ્રભુલાલ ચૌહાણ પોતે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા અને અજાણ્યું વાહન નાસી છૂટવા પામ્યું હતું જો કે આજુબાજુના લોકો દ્વારા તેમને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બંને પગે ફેક્ચર થઈ ગયો હોવાના કારણે તેમને ઓપરેશન કરવું પડ્યું છે.
આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
