<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જામનગરમાં રક્ષાબંધન પર્વે મહિલા અગ્રણી ડિમ્‍પલબેન રાવલ અને બહેનો દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ' અભિયાન અંતર્ગત જવાનોને રાખડી બાંધવામાં આવી

દેશની સરહદે ફરજ બજાવતા જવાનો પ્રત્‍યે સન્‍માન અને લાગણી વ્‍યક્‍ત કરવા સતત અગિયાર વર્ષોથી અનોખી પહેલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ર૮  : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશની સરહદે રહીને દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનો પ્રત્‍યે સન્‍માન અને કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવાના ઉદ્દેશ્‍ય સાથે જામનગરમાં મહિલા અગ્રણી તથા પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્‍પલબેન જગત રાવલ અને ભારત તિબ્‍બત સંઘ મહિલા વિભાગ દ્વારા ‘એક રાખી ફૌજી કે નામ' અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જામનગરની બહેનો ઉપરાંત વિવિધ મહિલા સંસ્‍થાઓ તથા સામાજિક સંસ્‍થાઓને હાલાર માજી સેનિક મંડળ, ભારત તિબબત સંઘ મહિલા વિભાગના બહેનોને કોલેજની વિદ્યાર્થીનીઓ પણ અભિયાન સાથે જોડવામાં આવી હતી. બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓ દેશની સરહદે ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.તેમજ માજી સેનિકોને પણ રાખડી બાંધવામાં આવી હતી.

(11:54 AM IST)