તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
વાળંદની દુકાને દાઢી કરાવવા ભેગા થયા ને બટાઝટી બોલીઃ ત્રણને ઇજા
વાંકાનેરના કણકોટનો બનાવઃ છોકરી ભગાડી જવાનું મનદુઃખ હતુ઼ઃ અરવિંદભાઇ, પુત્રો પંકજ અને અરવિંદને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૮: વાંકાનેરના કણકોટ ગામે રક્ષાબંધનની સવારે વાળંદની દુકાને દાઢી કરવા ભેગા થઇ જતાં જુના મનદુઃખને લીધે મારામારી થઇ ગઇ હતી. જેમાં એક આધેડ અને તેના બે દિકરા પર ધારીયાથી હુમલો થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ કણકોટ રહેતાં અરવિંદભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.૪૬) સવારે વાળંદની દુકાને દાઢી કરાવવા ગયા ત્યારે ગામનો જ જીવરાજ નાથાભાઇ મકવાણા પણ ત્યાં હજાર હોઇ બંને વચ્ચે જુના મનદુઃખને લીધે બોલાચાલી થતાં બંનેએ ફોન કરી પોતપોતાના લોકોને બોલાવી લીધા બાદ ધારીયા-ધોકાથી મારામારી થતાં અરવિંદભાઇ અને તેમને બચાવવા વચ્ચે પડેલા બે દિકરા પંકજ (ઉ.વ.૨૪) અને નિલેષ (ઉ.વ.૨૩)ને પણ ઇજાઓ થઇ હતી. ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
પોતાના પર જીવરાજભાઇ, હહાર્દિક, જયરાજ, સહિતનાએ હુમલો કર્યાનું અરવિંદભાઇએ કહ્યું હતું. તેમની દિકરીને અગાઉ જીવરાજથો રાજકોટ રહેતો ભાણેજ ભગાડી ગયો હોઇ આ કારણે મનદુઃખ ચાલતું હોઇ આ મારામારી થયાનું ખુલ્યું હતું. જીવરાજે વાળદની દુકાને ભેગા થયા ત્યારે અરવિંદભાઇને ધારીયુ બતાવી આ તારા માટે જ રાખ્યું છે કહી બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
