News of Friday, 28th August 2026
દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવાના નામે છેતરપિંડી: પોલીસે આરોપીને ઝડપી લીધો
ધ્વજા બુકિંગના મેનેજરે શિવમ દીપકભાઈ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી: પહોંચમાં સંસ્થાનો મોબાઈલ નંબર અને મેનેજરની સહી પણ ખોટી

દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવાના નામે છેતરપિંડીનો બનાવ બન્યો છે. બે અલગ-અલગ આસામીઓ પાસેથી રૂ.51-51 હજાર અનધિકૃત રીતે મેળવ્યાનો આરોપ છે. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્થા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ધ્વજા બુકિંગના મેનેજરે શિવમ દીપકભાઈ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છ-ભુજના તીર્થરાજસિંહ રાજપૂતે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરી બે ધ્વજાજીનું બુકિંગ કરાવ્યું હતું. આરોપી દ્વારા બે અલગ-અલગ પહોંચ મોકલવામાં આવી હતી. તપાસમાં બંને પહોંચ બનાવટી હોવાનું સામે આવ્યું. પૂજાબેન મેવાડા અને દીપ જનકકુમાર મેરના નામે પહોંચ બનાવાઈ હતી. પહોંચમાં સંસ્થાનો મોબાઈલ નંબર અને મેનેજરની સહી પણ ખોટી હોવાનું ખુલ્યું. દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
