તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
જામજોધપુરનાં ધુનડામાં રક્ષાબંધન પર્વ નિમિતે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ

જુનાગઢ :.. જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમે રક્ષાબંધન પુનમ નિમિતે પૂ. જેન્તિરામ બાપાનો સત્સંગ યોજાયો. જેમાં ભાઇ - બહેનના પવિત્ર પ્રેમ લાગણીના આ તહેવારને આધ્યાત્મિકતા ધર્મ સાથે જોડી અને મહાભારતના સમયમાં કુંતા એ અભિમન્યુને રાખડી બાંધેલ તે પ્રસંગને સત્સંગમાં વર્ણવ્યો હતો. આ સત્સંગમાં સૌરાષ્ટ્ર-ગુજરાત-મુંબઇ માંથી સત્સંગીઓ લાભ લેવા આવેલ. દરમ્યાન જુનાગઢથી અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, શાષાી પરેશભાઇ મહેતા, મિતુલભાઇ ગણાત્રા, રસિકભાઇ મહિધરીયા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
