<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પોરબંદરમાં મહિલા પોલીસ સ્‍ટાફના હસ્‍તે અર્જુનભાઇ મોઢવાડિયા સહિત વિવિધ મહાનુભાવોને રાખડીઓ બાંધી

પોરબંદરઃ મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓને રક્ષા સૂત્ર બાંધવામાં આવેલ. રક્ષાબંધનના અવસરે પીઆઇ આર.જે. રામના માર્ગદર્શન હેઠળ,  મહિલા પીએસઆઇ એ.સી.નિમાવત અને મહિલા કર્મચારીઓ દ્વારા સિનિયર સીટીઝન તેમજ જાહેર જીવનના અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્‍યા. કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, મ્‍યુ.કમિશનર  તીરથાણી, મેયર સાગર મોદી, ડીવાયએસપી મેહડુ સાહેબ, ડો. સુરેશ ગાંધી, ગાયનેક ડો. મજીઠીયા, તેમજ સામાજિક અગ્રણી શ્રી પદુભા સહિત અગ્રણીઓને રક્ષા સૂત્ર બાંધી મહિલા સશક્‍તિકરણમાં તેઓના યોગદાન બદલ આભાર વ્‍યક્‍ત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તે તસવીરો.(તસવીરઃ  પરેશ પારેખ-પોરબંદર)

(10:58 AM IST)