News of Saturday, 29th August 2026
ગોંડલમાં અરવિંદપરીને વ્યાજખોરે એકસીડન્ટ કરી પતાવી દેવાની ધમકી આપી
ગાંઠીયાના ધંધાર્થીએ પાંચ ટકા વ્યાજે ૩ લાખ લીધા હતા : વ્યાજ નહી ભરી શકતા વ્યાજખોરે તેના પત્નીના નામના મકાનનો દસ્તાવેજ પણ પોતાના નામે કરાવી લીધોઃ ગોંડલ બી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ, તા., ર૯: ગોંડલમાં સાંઢીયા પુલ પાસે વૃંદાવન-૩ માં રહેતા અરવિંદપરી રેવાપરી ગોસ્વામી (ઉ.વ.પ૭) એ માસીક પ ટકા વ્યાજે લીધેલા ૩ લાખનું વ્યાજ નહી ચુકવી શકતા વ્યાજખોર સુભાષ ગીગાભાઇ ચાવડા (રહે. સિધ્ધાર્થનગર, ગોંડલ) એ એકસીડન્ટ કરાવી મરાવી નાખવાની ધમકી આપી તેના પત્નીના નામે રહેલા મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાની ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ને ર૦ર૦ માં જામવાડી પાસે ગાઠીયાની રેંકડી ચલાવતા હતા. ર૦ર૧ ની શરૂઆતમાં ધંધા માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી સુભાષ ચાવડા પાસેથી પ્રથમ માસીક પ ટકા લેખે ૧ લાખ વ્યાજે લીધા હતા જેમાંથી ૧૬ હજાર અગાઉ વ્યાજ પેટે કાપી લીધા હતાં. તે રોજના ૧ હજારના હપ્તો ભરતા હતાં.
બાદમાં ફરી જરૂરીયાત ઉભી થતા ફરી ૧ લાખ મળી કુલ ૩ લાખ લીધા હતાં. જેનો રોજના ૩ હજારનો હપ્તો તે જમા કરાવતા હતાં.
આરોપીએ તેને ડાયરી આપી હોય તેમાં તે રૂપિયા જમા કરાવ્યા અંગે નોંધ કરતો હતો. બાદમાં રોજના ૩ હજારના હપ્તામાં પહોંચી નહી શકતા દર મહિને ૧પ હજાર લઇ જતો હતો. જેની નોંધ કરતો ન હતા. તે વ્યાજ નહી ભરી શકતા આરોપીએ વૃંદાવન પાર્ક-૩ નું મકાન કે જે તેના પત્નીના નામે હતું તે પોતાના નામે કરી આપવા દબાણ કરતો હતો. ના પાડતા આરોપી એકસીડન્ટ કરાવી પતાવી દેવાની ધમકી આપતો હતો. જેથી આ મામલે તેના પત્નીને વાત કરતા તેણે દસ્તાવેજ કરવા હા પાડી હતી. આરોપીએ તેના બદલામાં યાર્ડ પાછળ મકાન આપવાનું કરી દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા બાદ યાર્ડ પાછળના બે મકાનો પણ આપ્યા ન હતાં. એટલુ જ નહી મકાન ખાલી કરવા લેન્ડ ગ્રેબીંગની પણ અરજી કરી હતી.
તેણે આરોપીને ૧૭ લાખ વ્યાજ પેટે ચુકવ્યા હતા અને બેંકના કોરા ચેક પણ આરોપીએ લીધા હતાં.
તેનો ટેમ્પો પણ આરોપીએ તેના સંબંધીના નામે કરાવી લીધો હતો. હેડ કોન્સ્ટેબલ જે. બી. ચૌહાણે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
