<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

બારવણમાં ચમનભાઇને નાના ભાઇ ચીકુએ પાઇપથી ફટકાર્યા

દારૂ પી ખેલ કરવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ ગયો

રાજકોટ તા. ૨૯: કુવાડવા નજીક બારવણ ગામે રહેતાં ચમનભાઇ મોહનભાઇ મકવાણા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ પર સાંજે તેના નાના ભાઇ ચીકુ મોહનભાઇ સાડમીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ચમનભાઇ છુટક મજૂરી કરે છે અને સંતાનમાં બે દિકરી અને પાંચ દિકરા છે. તેના કહેવા મુજબ નાનો ભાઇ ચીકુ દારૂ પી ગાળો બોલી ખેલ કરતો હોઇ તેને સમજાવતાં ઉશ્‍કેરાઇ જઇ પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(1:09 PM IST)