<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

દ્વારકામાં પૂર્ણિમાએ હજારો ભાવિકોએ ગોમતી સ્‍નાન કરી પુણ્‍યનું ભાથું બાંધ્‍યુ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ તા.૨૯: પાવન શ્રાવણ માસની પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકા યાત્રાધામમાં હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી તાાન કરી પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. ગ્રામીણ પંથકમાંથી આવતા ભાવિકો સદીઓ જૂની પરંપરાને આજે પણ અનુસરે છે અને સૌપ્રથમ ગોમતી નદીમાં પવિત્ર તાાન કરી ત્‍યારબાદ છપ્‍પનસીડી ચઢી સ્‍વર્ગ દ્વારેથી જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર આવી ધન્‍યતા અનુભવે છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:28 AM IST)