<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પોરબંદરના વિસાવાડામાં શરણાઇ વગાડવા ગયેલ વૃધ્‍ધ ઉપર જીવલેણ હુમલો

ઢીકાપાટું અને પથ્‍થરો માર્યાની ર શખ્‍સો સામે પોલીસ ફરિયાદઃ ગળામાં દોરડું નાખીને બાવળના કાંટામાં લઇ ગયાં: કેનાલમાં ઘુસી જઇને વૃધ્‍ધે જીવ બચાવ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ર૯, તાલુકાના વિસાવાડામાં બોખીરાથી શરણાઇ વગાડવા ગયેલા વૃધ્‍ધને ર શખ્‍સોએ આંતરીને જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બોખીરાના ફિરોઝભાઇ ઇબ્રાહિમભાઇ (ઉ.વ.પ૬) એ મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરીયાદમાં જણાવેલ કે વિસાવાડામાં શરણાઇ વગાડવા ગયેલ ત્‍યારે આરોપી ખોડા સાજણભાઇ અને નાગજી કારાભાઇ બન્નેએ પોતાને આંતરીને ગળામાં દોરડું નાખીને બાવળના કાંટામાં લઇ જઇને ઢીકાપાટુ અને પથ્‍થરો મારીને જીવલેણ હુમલો કર્યો હતો બન્ને શખ્‍સોએ મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદી ફિરોઝભાઇ નજીકમાં કેનાલમાં ઘુસી જઇ પોતાનો જીવ બચાવ્‍યો હતો. આ બનાવનું વિઝીટેશન અસ.પી.શ્રી બી.યુ. જાડેજા અને રૂરલ ડીવાયએસપીશ્રી સુરજીત મહેડું એ કર્યુ હતું, વધુ તપાસ પીએસઆઇ કે.કે. બદલાણીયા ચલાવી રહયાં છે.

(1:07 PM IST)