<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મોરબી માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા ખેલાશે ખરાખરીનો જંગ : આજે ઉમેદવારીપત્ર ભરવા મેળાવડો જામ્યો :9મીએ ચૂંટણી

દોઢ દાયકાથી સત્તામાં રહેલા ભાજપ પેરીત પેનલ ને હરાવવા ક્રોગેસ પેરીત ખેડૂત પરિવર્તન પેનલ મેદાને : હેવી વીજલાઇન, બાયપાસ માટે જમીન સંપાદન વળતર સહિતના મુદા ભાજપને હંફાવશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૯ : મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ત્યારે છેલ્લા દોઢ દાયકા જેટલા સમયથી જ્યાં ભાજપનું એકચક્રી શાસન જ્યાં ચાલે છે તેવા મોરબી, માળીયા મિયાણા અને ટંકારા તાલુકાના સંયુક્ત એવા મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે અને તા.30ના રોજ ફોર્મ ચકાસણી અને તા.2જી સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાદ તા.9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બેઠા થાળે જ થતી હોય છે પરંતુ આ વખતે મોરબી, ટંકારા અને માળીયા પંથકના ખેડૂતોમાં ભારે રોષની સાથે ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હોય યાર્ડની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક રહેવાના સંકેતો મળી રહ્યા છે.

(12:23 PM IST)