તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th August 2026
કચ્છના મુન્દ્રામાં ‘કન્ટેનર કોડ ફ્રીઝ’ સામે જનઆક્રોશ! અદાણી પોર્ટ અને સેઝના નિર્ણયના વિરોધમાં જંગી રેલી : જુઓ વિડીયો
પોર્ટ અને સેઝની બહારના ખાલી કન્ટેનર યાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ભારે આક્રોશ, સ્થાનિક ધંધા-રોજગાર બચાવવા ઉઠ્યો બુલંદ અવાજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : મુન્દ્રામાં પ્રથમ વખત અદાણી પોર્ટ અને સેઝ વિસ્તારની બહાર આવેલા Empty Container Yards (ખાલી કન્ટેનર યાર્ડ)ના કોડ ફ્રીઝ કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. શાંતિપૂર્ણ રેલી દ્વારા સ્થાનિક વ્યવસાયો અને રોજગાર સાથે જોડાયેલા લોકોએ આ નિર્ણયની વિરુદ્ધમાં પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
*’ધંધો બંધ નહીં થવા દઈએ’ — સ્થાનિકોમાં રોષ*
ખાલી કન્ટેનર યાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા ઓપરેટરો અને અન્ય સ્થાનિક વ્યવસાયકારોના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી વર્ષોથી મુન્દ્રામાં ઉભા થયેલા સ્થાનિક લોજિસ્ટિક્સ વ્યવસાય પર સીધી અસર પડી શકે છે. યાર્ડ, ટ્રાન્સપોર્ટ, મજૂરી અને અન્ય આનુષંગિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પણ રોજગારી અંગે ઊંડી ચિંતા જોવા મળી રહી છે.
*1 સપ્ટેમ્બરથી નવી વ્યવસ્થા સામે વિરોધ*
અહેવાલો મુજબ, 1 સપ્ટેમ્બરથી અદાણી પોર્ટ અને સેઝની બહારના Empty Container Yard codes freeze કરી ખાલી EXIM કન્ટેનરોને પોર્ટ/SEZની અંદરના નિર્ધારિત યાર્ડમાં ખસેડવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી થઈ રહી છે. આ નિર્ણયની સામે સ્થાનિક યાર્ડ સંચાલકો અને સંબંધિત વેપારીઓએ વિરોધ વ્યક્ત કરી પોતાનો વાંધો ઉઠાવ્યો છે.
*મુદ્દો માત્ર કન્ટેનરનો નહીં, રોજગારનો છે!*
વિરોધ કરી રહેલા લોકોનો મુખ્ય સવાલ છે કે મુન્દ્રાના વિકાસમાં વર્ષોથી યોગદાન આપતા સ્થાનિક ઉદ્યોગકારો, યાર્ડ સંચાલકો, ટ્રાન્સપોર્ટરો અને કામદારોના હિતોનું શું થશે?
તેમના મતે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે સ્થાનિક વ્યવસાયને વાજબી તક અને રોજગારની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.
*મુન્દ્રાએ શાંતિથી પણ મજબૂત સંદેશ આપ્યો*
રેલીમાં જોડાયેલા લોકોએ શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક વ્યવસાય અને આજીવિકા બચાવવાની માંગ સાથે એક જ સંદેશ ગુંજ્યો—“વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને રોજગારની કિંમત પર નહીં.”
હવે સમગ્ર મુન્દ્રાની નજર આગામી દિવસોમાં વહીવટી પ્રશાસન અને અદાણી ગ્રુપના સંબંધિત સત્તાધીશો તરફથી લેવાતા નિર્ણય પર છે. વિરોધ અંગે મુન્દ્રાના ધંધાર્થીઓનો સવાલ સીધો જ છે કે — સ્થાનિકોને પણ વિકાસમાં ભાગીદાર બનાવશો કે નહીં?
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
