<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

દર્દી દેવો ભવ: ના સૂત્રને સાર્થક કરતા જુનાગઢના ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન-ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

જુનાગઢ જિલ્લા જેલ ખાતે કેદીઓને રાખડી બાંધી અને રક્ષા બંધન પર્વ ની ઉજવણી : ભાજપ મહિલા મોરચા ની બહેનો ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડો.ડી.પી. ચીખલીયાને રાખડી બાંધીને દીર્ઘાયુ આયુષ્યની મનોકામના કરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯: જુનાગઢના ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન તેમજ ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 

               દર્દી દેવો ભવ: ના સૂત્રને સાર્થક કરતી જુનાગઢ  ની એક માત્ર હોસ્પિટલ છે જેમાં દર્દી ને સાથે રાખી ને તહેવારો ઉજવાય છે જુનાગઢ જિલ્લા જેલ ખાતે પણ કેદીઓને રાખડી બાંધી અને રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરવા માં આવી હતી.

     સાથે સાથે દર વર્ષ ની જેમ આ વખતે પણ જુનાગઢ ભાજપ મહિલા મોરચા ની બહેનો ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવીને ડો. દેવરાજ ચીખલીયાને રાખડી બાંધી હતી અને દીર્ઘાયુ આયુષ્યની મનોકામના કરી હતી તેમજ દર્દી તથા દર્દીઓના સગા સંબંધીઓને પણ રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સમગ્ર કાર્યક્રમ ડો ડી. પી. ચીખલીયા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમજ કાર્યક્રમ ની જહેમત પી આર ઓ મનીષાબેન તેમજ સ્ટાફ ગણ દ્વારા ઉઠાવાઇ હતી.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:21 PM IST)