News of Saturday, 29th August 2026
જસદણના મોટાદડવા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા દરમિયાન મહિલા બુટલેગર અને તેના પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી
પોલીસ મહિલા બુટલેગર સુમન સોલંકીના ઘરે પહોંચી પરંતુ દરવાજો ન ખોલતાં પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો: મહિલા બુટલેગર સહિત તેના ત્રણ સંતાનોએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો આરોપ

રાજકોટના જસદણના મોટાદડવા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા દરમિયાન મહિલા બુટલેગર અને તેના પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા બુટલેગર સુમન સોલંકીના ઘરે પોલીસ દરોડો પાડવા પહોંચી હતી, પરંતુ દરવાજો ન ખોલતાં પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા બુટલેગર સહિત તેના ત્રણ સંતાનોએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલા PI સહિત પોલીસ કર્મચારીઓને બચકાં ભરવામાં આવ્યા હતા. પોલીસ ટીમને રૂમમાં પૂરી બહારથી દરવાજો બંધ કરી દેવાયો હતો. જાણ થતાં વધારાનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે 25 લીટર દેશી દારૂ અને 80 લીટર આથો જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ, ગાળો અને ધમકી આપવાના આરોપસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
