તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આ વખતે હાથતાળી આપતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં ભારે વધારો
સિઝનનો માત્ર 6 ટકા વરસાદ નોંધાયો એટલે કે 94 ટકા વરસાદની અછતને પગલે દુષ્કાળ જેવી જ સ્થિતિ છે. ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આ વખતે હાથતાળી આપતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં ભારે વધારો થયો છે. સિઝનનો માત્ર 6 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે 94 ટકા વરસાદની અછતને પગલે દુષ્કાળ જેવી જ સ્થિતિ છે. ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો સતત સરકાર પાસે પાણીની માગ કરી રહ્યા છે. એટલુ જ નહીં અહિંના સ્થાનિકોએ પીવના પાણી માટે પણ સરકાર પાસે માગણી કરી છે.
બીજી તરફ વરસાદ નહિવત પ્રમાણમાં રહેવાના કારણે કૂવા-બોર તળિયાઝાટક બન્યા છે. માલધારીઓ માટે પશુઓના ઘાસચારા અને પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. જગતનો તાત હવે 1987ના ગોઝારા દુષ્કાળને યાદ કરીને ધ્રૂજી રહ્યો છે અને સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની આશ લગાવીને બેઠો છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
