<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં આંગણવાડી નંબર 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો મચ્યો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી તુવેરદાળ અને ચણા એક્સપાયરી થઈ ગયા હોવા છતાં લાભાર્થીઓને અપાયા હોવાનો આક્ષેપ

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો મચ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી તુવેરદાળ અને ચણા એક્સપાયરી થઈ ગયા હોવા છતાં લાભાર્થીઓને અપાયા હોવાનો આક્ષેપ છે. આંગણવાડી મહાનગરપાલિકાના ICDS વિભાગ હેઠળ આવે છે. સરકારી રેશન શોપ મારફતે મળતા કઠોળના વિતરણમાં બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપ સાથે લાભાર્થી માતાઓએ કઠોળની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય સાથે સંકળાયેલા આ કઠોળના વિતરણમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે હોબાળો થયો છે.

(7:49 PM IST)