<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

રાત્રે જામનગરના શેતાવાડ વિસ્તારમાં 64 વર્ષીય વૃઘ્ધની હત્યાથી સનસનાટી : પોલીસ કાફલો ઘટનાસ્થળે: સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી

ઇબ્રાહિમ સિદ્દીકભાઇ ચાકી નામના વૃદ્ધનું મોત : પોલીસની ગુનાનું કારણ શોધવા અને આરોપીઓની ધરપકડ માટે દોડધામ

જામનગરમાં વધુ એક હત્યાના બનાવથી અરેરાટી ફેલાઈ છે,.જામનગરના શેતાવાડ વિસ્તારમાં સનસનાટીપૂર્ણ બનાવથી ભારે ચકચાર જાગી છે, શેતાવાડ વિસ્તારમાં ૬૪ વર્ષીય વૃદ્ધની હત્યા થઇ છે 
 ઇબ્રાહિમ સિદ્દીકભાઇ ચાકી નામના વૃદ્ધનું મોત નીપજ્યું છે, હત્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે 
   પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગુનાનું કારણ શોધવા અને આરોપીઓની ધરપકડ માટે કવાયત  હાથ ધરી છે( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:37 PM IST)