તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 31st August 2026
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે
ગુજરાતના સરહદી વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શકયતાઃ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના આગાહીકાર રમેશભાઈ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૩૧ :.. ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના આગાહીકાર રમેશભાઈ બસિયાએ તા. ૩૧ઓગસ્ટ થી ૭સપ્ટેમ્બર સુધીની વરસાદની આગાહી આપવામાં આવી છે
હાલ ઉત્તર બંગાળ ની ખાડીમાં પヘમિ બંગાળ અને ઉત્તર ઓડિસા ના કાંઠે વેલમાર્ક લોપ્રેસર સિસ્ટમ્સ સક્રિય છે.ચોમાસુ ધરી હાલ અમળતસર. દહેરાદૂન થઇ ઉત્તર બંગાળ ની ખાડી સુધી લંબાઈ છે આગાહી સમય માં ચોમાસુ ધરી દક્ષિણ તરફ સરકશે અને અને બંગાળની ખાડીની સિસ્ટમ્સ ધરી ઉપર પヘમિ ઉત્તર પヘમિ દિશા માં આગળ વધશે અને મધ્ય પ્રદેશ ઉપર આવશે અને ત્યારબાદ તે નબળી પડી જશે એટલે ગુજરાત માં સિસ્ટમ ની ખાસ કોઈ અસર નહિ થાય આ સિસ્ટમથી મધ્યપ્રદેશ લાગુ ગુજરાતના સરહદી વિસ્તાર અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારો માં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ ની શકયતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ભારે ઝાપટા પડશે ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ના વિસ્તારો માં ઝાપટા નું પ્રમાણ વધુ જોવા મળશે. તેમ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના આગાહીકાર રમેશભાઈ બસિયાએ જણાવ્યું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
