<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

શ્રાવણના ત્રીજા સોમવારે સૌરાષ્‍ટ્ર કચ્‍છના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ

સોમનાથ મહાદેવ મંદિરે ભવ્‍ય પાલખી યાત્રાઃ વહેલી સવારથી ભાવિકોની લાંબી કતારો, જલાભિષેક અને બીલીપત્રથી શિવલિંગનું પૂજન, તંત્ર દ્વારા વિશેષ વ્‍યવસ્‍થા

ભાવનગરનાં શ્રી જાગનાથ મહાદેવ મંદિરે ઉપસ્‍થિત ભાવિકો નજરે પડે છે

રાજકોટ, તા.૩૧: શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આજે સૌરાષ્‍ટ્ર કચ્‍છના તમામ શિવ મંદિરોમાં ભક્‍તિનો ઘોડાપૂર જોવા મળ્‍યો હતો. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ત્રીજા સોમવાર નિમિત્તે વિશેષ શળંગાર અને મહા પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે ૪ વાગ્‍યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્‍યા હતા અને ભસ્‍મ આરતી બાદ ભાવિકો માટે દર્શન શરૂ કરવામાં આવ્‍યા હતા.

સોમનાથ મંદિર પરિસરમાં સાંજે ભગવાન સોમનાથની ભવ્‍ય પાલખી યાત્રા નીકળી હતી. પાલખી યાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા અને સમગ્ર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું. ભાવિકોએ ગંગાજળ, દૂધ, દહીં અને બીલીપત્રથી શિવલિંગનો જળાભિષેક કર્યો હતો.

આ ઉપરાંત રાજકોટના રામનાથ મહાદેવ, જૂનાગઢના ભવનાથ મહાદેવ, જામનગરના મહાદેવ મંદિર, ભુજના નાગેશ્વર જ્‍યોર્તિલિંગ અને કચ્‍છના કોટેશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટે દર્શનની અલગ લાઈન, પીવાના પાણી અને મેડિકલ કેમ્‍પની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરના ભંડારીયા ગામ નજીક પ.પૂ. સંત શિરોમણી શ્રી ૧૦૦૮ શ્રી દુઃખીશ્‍યામ બાપા આશ્રમ જાગનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં જાગનાથ મહાદેવ ના સાનિધ્‍યમાં દરરોજ શિવપૂજા, ગુરુ પૂજન, ઓમાત્‍મક લઘુરુદ્ર, સાથે સાથે અહીં બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં આજે તા. ૩૦ ઓગસ્‍ટ ૨૦૨૬ ના રોજ શ્રાવણ માસ નિમિત્તે લુંભાણી પરિવારના ગુરુદેવ અને સ્‍વ. મુકતાબેન નાગજીભાઇ લુંભાણી સ્‍મરણાર્થે સાથે આજના યજમાન પદે અનિલભાઇ નાગજીભાઇ લુંભાણી ના અને પૌત્ર માધવ યોગેશભાઈ લુંભાણીના જન્‍મદિવસ શુભ દિવસે આજે જાગનાથ મહાદેવ મંદિરે સવારથી રુદ્રી (રુદ્રાભિષેક), અને ત્‍યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં અહીં આવતા દર્શનાર્થીઓએ પણ બહોળી સંખ્‍યામાં લાવો લીધો હતો. સાથે અહીં જાગનાથ મહાદેવ મંદિરે પૂજય દુઃખીશ્‍યામ બાપા આશીર્વાદથી શ્રાવણ માસમાં એનેકો અનેક યજમાનોને અહીં સેવા કરવાનો લાવો લેતા હોય છે. જેમાં અહીં પૂજા વિધિમાં બેસવા માટે ટ્રસ્‍ટી મંડળમાં ચંદ્રેશભાઇ તથા રામદેવસિંહ સમગ્ર આયોજન કરે છે

 

(10:49 AM IST)