News of Monday, 31st August 2026
મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચાનાં મીડીયા સેલના સહ ઇન્ચાર્જના આપઘાતમાં બે વ્યાજખોરની ધરપકડ
પઠાણી ઉઘરાણીના કારણે રક્ષાબંધનના દિવસે અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહે આપઘાત કરી લીધો'તોઃ વ્યાજખોર મહેશ ચૌહાણ લાલો ઉર્ફે યુવરાજની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બન્ને વ્યાજખોર (વચ્ચે) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩૧: મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઈન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને ભાગીદાર અને વ્યાજખોરે ભાગીદારીમાં ચરાડવા ગામે ચા - નાસ્તાની હોટલ શરૂ કરી ધંધો બરાબર ન ચાલતા વ્યાજે પૈસા આપી બાદમાં કાર પડાવી લઈ પરત નહિ આપતા ભાજપ આગેવાને અંતિમ પગલું ભર્યાનું સામે આવતા બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બન્ને વ્યાજખોરોને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇલાબા અમળતસિંહ જાડેજાએ આરોપી મયુર ડોડીયા અને યુવરાજ ઉર્ફે લાલભાઈ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં તેમના પતિ એવા ભાજપ આગેવાન અમળતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજાને મરવા મજબુર ક૨વા અંગે ફરિયાદ નોંધાવી હતી.ઇલાબાએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના પતિ અમળતસિંહે આરોપી મયુર અને યુવરાજ સાથે ચરાડવા ખાતે ભાગીદારીમાં ચા - નાસ્તાની હોટલ શરૂ કરી હતી.પરંતુ ધંધો બરાબર નહિ ચાલતા આરોપી યુવરાજ ઉર્ફે લાલાભાઈ પાસેથી ૩.૨૫ લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ પણ સમયસર ચૂકવતા હતા છતાં પણ આરોપીઓએ મળતક અમળતસિંહ પાસેથી જીજે - ૩૬ - એઆર - ૮૦૦૦ નંબરની બલેનો કાર બળજબરીથી પડાવી લઈ વ્યાજ અને પૈસા આપે તો જ કાર પરત આપીશું તેવું કહી પઠાણી ઉઘરાણી કરતા હતા.
આ મામલે ડીવાયએસપીએ વિગતો જાહેર કરતા જણાવ્યું કે પોલીસે આ કેસમાં ૨ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ (રહેવાસી ચરાડવા) અને લાલો ઉર્ફે યુવરાજ ગોપાલ ખવાસ (રહેવાસી કોંઢ, તાલુકો ધ્રાંગધ્રા) છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બલેનો કાર અને ૨ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભોગ બનનાર દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ પણ પોલીસે ગુનાના કામે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમળતસિંહ (ઓમદેવસિંહ) જાડેજા ભાજપ આગેવાન હતા. તેઓએ અગાઉ મોરબી-માળિયા વિધાનસભા આઈ.ટી. સેલના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ હાલ તેઓ મોરબી જિલ્લા યુવા મોરચા મીડિયા સેલના સહ-ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના અવસાનને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાએ શોક વ્યક્ત કર્યો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
