News of Monday, 31st August 2026
ગોંડલના શ્રીનાથગઢ પાસે પાણીપુરીની રેકડી સાથે બાઇક અથડાતા ચાલક રાજેશભાઇનું મોત
પુત્રની નજર સામે જ પિતાનું મોતઃ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા અરેરાટીઃ બે ને ઇજા

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનની ફાઇલ તસ્વીર અને બાઇક નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૧: ગોંડલ નાં શ્રીનાથગઢ માંડણકુંડલા રોડ પર ગત રાત્રીનાં પાણી પુરી ની રેકડી સાથે ત્રિપલ સવારી માં પુરજડપે આવી રહેલું બાઇક ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક નું ગંભીર ઈજાઓ ને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા ચાલક નો પુત્ર અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માં ખસેડાયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં સાડા નવ નાં સુમારે દેવચડી ખેતમજૂરી કરતા પરપ્રાંતીય રાજેશભાઈ કાવડીયા જમરે ઉ.૪૫ તેનો પુત્ર શિવમ ઉ.૧૬ તથા હિતેનસીંગ કોટવાલ જમરે ઉ.૨૭ એમટી ૪૬ ઝેડ ડી.૩૩૨૩ નંબર નાં સ્પલેન્ડર બાઇક પર શિવરાજગઢ જઈ રહ્યા હતાં. ત્યારે શ્રીનાથગઢ માંડણકુંડલા વચ્ચે સામે આવી રહેલી પાણી પુરી ની રેકડી સાથે બાઇક ધડાકાભેર અથડાયુ હતું.અકસ્માત માં રાજેશભાઈ નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે શિવમ તથા હિતેનસીંગ ઇજાગ્રસ્ત બન્યા હતાં. આમ પુત્ર ની નજર સામે પિતાએ દમ તોડ્યો હતો.
મળતક રાજેશભાઈ દેવચડી સરપંચ મનિષભાઈ પટોડીયા ની વાડીએ ખેતમજુરી કરતા હતા.
સંતાન માં બે દિકરા એક દિકરી હોવાનું જાણવાં મળેલ હતું. બનાવ અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશન નાં હિતેશભાઈ પરમારે તપાસ હાથ ધરી છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
