<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સાવરકુંડલામાં પાણીના વિવિધ પ્રોજેકટનું આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે

જીતુભાઈ વાઘાણી, ભરતભાઈ સુતરીયા, મહેશભાઈ કસવાળા સહિતના ઉપસ્‍થિત રહેશે

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩૧: સાવરકુંડલા શહેરના વિકાસમાં વધુ એક મહત્‍વપૂર્ણ અધ્‍યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં ગંદા પાણીના વૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણ તેમજ નગરજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલા મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટ્‍સનું આગામી દિવસોમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના જાગળત ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા સહિતના આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્‍થિત રહેશે.

સાવરકુંડલા શહેર માટે આશરે રૂ.૩૮.૫૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં એક તરફ ગંદા પાણીના વ્‍યવસ્‍થાપન માટે આધુનિક Sewage Treatment Plant (STP) અને બીજી તરફ પીવાના પાણીની વ્‍યવસ્‍થાને વધુ સુદૃઢ બનાવવા માટે Water Treatment Plant (WTP)નો સમાવેશ થાય છે.

સાવરકુંડલા શહેરમાં ૭૩૪૦ MLD ક્ષમતાનો ગંદા પાણીની ગટર શુદ્ધિકરણ પ્‍લાન્‍ટ (Sewage Treatment Plant) આશરે રૂ.૨૮ કરોડ  લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યો છે. આ પ્‍લાન્‍ટ ઓપન ટેક્રોલોજી આધારિત વિકસાવવામાં આવ્‍યો છે. પ્રોજેક્‍ટ અંતર્ગત MCC પેનલ રૂમ, DG સેટ, સિવિલ, ઇલેક્‍ટ્રિકલ, મિકેનિકલ, પાઇપિંગ તથા ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશનના કામો ઉપરાંત પાઇપલાઇન, સ્‍ટાફ ક્‍વાર્ટર, એપ્રોચ CC રોડ સહિતના જરૂરી સાઇટ-સ્‍પેસિફિક કામોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ સુવિધાઓ કાર્યરત થતાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં પીવાના પાણીના પુરવઠાને વધુ સુવ્‍યવસ્‍થિત અને મજબૂત બનાવવામાં મદદ મળશે. ખાસ કરીને વધતી જતી શહેરી વસ્‍તીની પાણીની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને આ પ્રોજેક્‍ટ સાવરકુંડલા માટે લાંબા ગાળે મહત્‍વપૂર્ણ બની રહેશે. સાવરકુંડલામાં પાણી અને ગટર વ્‍યવસ્‍થાના ક્ષેત્રે સાકાર થનારા આ બંને પ્રોજેક્‍ટ શહેરના ભવિષ્‍યના આયોજન માટે મહત્‍વપૂર્ણ આધારસ્‍તંભ બની શકે છે. શહેરને સ્‍વચ્‍છ, સુવિધાસભર અને આધુનિક બનાવવા માટે હાથ ધરાયેલા આ વિકાસકાર્યોને લઈને નગરજનોમાં પણ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે

(1:11 PM IST)