News of Monday, 31st August 2026
જવેલર્સની બાજુમાં ખોટા નામે દુકાન ખોલી વિશ્વાસ કેળવી ઘરે બતાવવાનું કહી સોની વેપારીઓ સાથે ઘરેણાની ઠગાઇ કરતા હાલારના બે વિપ્ર શખ્સોને ઝડપી લેતી જામનગર પોલીસ
ઉપલેટા, અમરેલી, કાલાવડમાં આચરેલા ગુન્હાની કબૂલાત બાદ, ૧૮ લાખનો મુદામાલ કબ્જે કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧ : બે ઇસમોને ફરીયાદી વાળાની ં મીતેશભાઇ ગીરીશભાઇ કડેચા સોની રહે. રાજકોટ વાળાની નારાયણ જવેલર્સ નામની દુકાનમા ગઇ તા.૧૭/૦૭/૨૦૨૬ ના બપોરના આશરે એકાદ વાગ્યે જઈ ફરીયાદીને ત્રણ સોનાના ચેન તથા એક સોનાનુ બ્રેસલેટ પોતાના ઘરે તેમની પત્નીને બતાવવા જવુ છે એમ કહી લઇ જઇ (૧) એક ચેન ૧૦ ગ્રામ ૩૯૦ મીલી કી.રૂ.૧૫૩૭૭૦/ તથા (૨) ચેન ૧૫ ગ્રામ ૯૦૦ મીલી કી.રૂ.૨,૩૫,૩૧૮/- તથા (૩) ચેન ૧૦ ગ્રામ ૯૯૦ મીલીનો કી.રૂ.૧,૬૨,૬૫૧/- તથા (૪) સોનાનુ જેન્ટસ બ્રેસલેટ ૧૪ ગ્રામ ૦૪૦ મીલી કી.રૂ.૨,૦૭,૭૯૧/- એમ કુલ ત્રણ સોનાના ચેન તથા એક સોનાનુ બ્રેસલેટ મળી કુલ ૫૧ ગ્રામ ૩૨૦ મીલી કુલ કી.રૂ.૭,૫૯,૫૩૦/-ના સોનાના દાગીના પરત નહી આપી ફરીયાદી ને ઠગાઇ કરી ગુન્હો કરતા જે ગુન્હના મુદામાલ સાથે તથા ઉપલેટા તથા અમરેલી ખાતે સોનીની દુકાનમાં કરેલ ઠગાઇના સોનાના દાગીના સાથે પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં સુરેશભાઈ કાનજીભાઈ ઠાકકર જાતે બ્રાહ્મણ ઉંમર વર્ષ ૪૬ ધંધો-જમીન લે વેચ ની દલાલી રહે. મકાન નંબર-૩૯ ભક્તિનગર-૨ લીલા સર્કલ ની બાજુમાં ભાવનગર મૂળ ગામ હાબેડીગામ તાલુકો કલ્યાણપુર, જગદીશ અમળતલાલ ભટ્ટ બ્રાહ્મણ ઉંમર વર્ષ ૩૯ ધંધો મજૂરી રહે. ગોકુલ નગર જગાત નાકા પાસે સીતારામ સોસાયટી શેરી નંબર-૩ જામનગર પાસેથી બ્રેસલેટ વજન આશરે ૧૪ ગ્રામ ૨૦૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨,૦૭,૭૯૧/-, ચેઇન વજન આશરે ૧૬ ગ્રામ ૬૦૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨,૩૫,૩૧૮/-, ચેઇન વજન આશરે ૧૧ ગ્રામ ૩૮૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૧,૬૨,૬૫૧/-, ચેઇન વજન આશરે ૧૧ ગ્રામ જેની કિ.રૂ.૧,૫૩,૭૭૦/-, ચેઇન વજન આશરે ૧૪ ગ્રામ ૦૯૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨,૦૪,૦૦૦/-, મંગળ સુત્ર મોટુ વજન આશરે ૨૧ ગ્રામ ૮૦૦ મીલી ગ્રામ કિ.રૂ.૩,૦૭,૦૦૦/-(મોતી વગરનુ વજન), મંગળ સુત્ર નાનુ વજન આશરે ૧૧ ગ્રામ ૧૧૦ મીલી ગ્રામ કિ.રૂ.૧,૫૭,૦૦૦/-(મોતી વગરનુ વજન), ચેઇન વજન આશરે ૨૦ ગ્રામ ૬૦૦ મીલી ગ્રામ કિ.રૂ.૨,૯૨,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-,સ્પ્લેર આઇસ્માર્ટ જી.જે.૧૦-સી.એફ.૮૪૬૩ નં. કિ. રૂા. ૪૦,૦૦૦- એન કુલ દાગીના વજન ૧ર૦ ગ્રામ ૧૮ મીલી ગ્રામ ળી કુલ મુદ્દામાલ કિ. રૂા. ૧૭,૬૯,પ૩૦ નો કબ્જે કરેલ છે.
મજકુર ઇસમો સોનીની દુકાન ની બાજુમા આવેલ ખાલી દુકાન ભાડેથી રાખી તે દુકાનમાં ઓછી કિંમતની વસ્તુઓ જેવીકે ડીસ્પોઝલ વસ્તુઓ રાખી વેચાણ કરી સોનીની દુકાને આવ જા કરી પ્રથમ એક બે વખત સોની પાસેથી ઓછી કિંમતના સોનાના દાગીના ઘરે બતાવવા નુ કહી લઇ જઇ પછી તે દાગીના વેચાતા લઇ સોની વેપારી સાથે વિસ્વાસ કેળવી પછી મોટી કિમતના સોનાના દાગીના ઘરે બતાવવાના નામે લઇ જઇ પરત નહી કરી સોની વેપીરોઓ સાથે ઠગાઇ કરી ગુન્હાઓ કરેલ નુ જાણાવેલ છે
જેમા અમરેલી ખાતે સોનીની દુકાન પાસેની પોતાની દુકાન નુ નામ શિવ ટ્રેડર્સ રાખેલ અને પોતાનુ નામ કુમાર પંડીયા જણાવેલ તેમજ ઉપલેટા ખાતે સોનીની દુકાન પાસેની પોતાની દુકાન નુ નામ દર્શન ટ્રેડર્સ રાખેલ અને પોતાનુ નામ દર્શન મહેતા જણાવેલ તેમજ કાલાવડ ખાતે સોનીની દુકાન પાસેની પોતાની દુકાન નુ નામ સાગર ટ્રેડર્સ રાખેલ અને પોતાનુ નામ સાગર મહેતા જણાવેલ હતુ
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વીરડા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
