તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 31st August 2026
ભાણવડમાં પાંચ મહિલા સહિત ૮ પતાપ્રેમી ઝડપાયા

ખંભાળીયાઃ ભાણવડ ટાઉનમાં મંત્રી સો.સા.મા આવેલ ચોકમા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુકસ્ત્રીઓ તથા પુરૂષો સાથે મળી ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા વડે તીનપત્તી રોન રમતા અને પૈસાની હારજીત કરતા હોવાની હકીકતના આધારે રેઇડ કરતા રોકડ રકમ રૂા.૩૦,૩૦૦/- તથા એક મો.સા કી.રૂ.૨૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કી.રૂ. ૫૫૦૦/- એમ મળી કુલ કી.રૂ ૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે (૧) પ્રવીણભાઇ નારણભાઇ ભીંભા આહીરરહે.મેવાસા ગામ (૨) ભરતભાઈ શામજીભાઇ જગતીયા વાંણદ રહે.હર સીધ્ધી નગર(૩) જીગરભાઇ દેવાભાઇ વસરા આહીર રહે.પારસ નગર (૪) મનીશાબેન ઉર્ફે મોતીબેન વા/ઓફ. સામતભાઈ અરશીભાઈ કાંબરીયા (૫) રીધ્ધીબેન વા/ઓફ રમેશભાઇ કેશુભાઇ સાદીયા રહે.ભોજીયા કુવા પાસે (૫) મધુબેન વા/ઓફ દેવાભાઇ વરવાભાઈ વસરા રહે.પારશ નગર (૭) શોભનાબેન વા/ઓફ પ્રવીણભાઇ જોષી રહે. હરસિધ્ધી નગર(૮) માલીબેન વા/ઓફ દેવશીભાઇ અરભમભાઇ કેશવાલાને પકડી પાડેલ છે. આ કાર્યવાહી ઇન્ચા,પોલીસ ઇન્સ. એન.એચ. જોષીની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી એમ.આર. સવસેટા એસ.વી.કાબરીયા,એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઈ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. વિજીયાબેન ગોજીયા નાઓ જોડાયા હતા.(
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
