News of Monday, 31st August 2026
પડધરીના ખોડાપીપરથી ઓટાળાને જોડતા રસ્તાના કામનું દુર્લભજીભાઇ દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત
રૂા.૪.ર૮ લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરાશે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.૩૧, પડધરી તાલુકાના ખોડાપીપર થી ઓટાળાને જોડતા રોડનું કામ અંદાજીત રૂા.૪.ર૮ લાખના ખર્ચે તૈયાર થનાર રીસર્ફેસીંગ રોડનું ખાતમૂહૂર્ત ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાના હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજકોટ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જયદીશભાઇ પરમાર, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મનસુખભાઇ ભંડેરી, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઇ ડોડીયા, સહકારી આગેવાન તુલસીભાઇ તાલપરા, ભાર્ગવભાઇ મેતલીયા, રાજભા જાડેજા, કવલજીતભાઇ ડોડીયા, ખોડાપીપર ગ્રામ પંચયાત સરપંચ, તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
