News of Monday, 31st August 2026
ભુજ નગરપાલિકાની શેરી ફેરિયા હટાવ ઝુંબેશ વચ્ચે સામાજિક કાર્યકરના આપઘાત માટેના પ્રયાસની ચીમકીથી ચકચાર : જુઓ વિડીયો
લોકો ઉમટ્યા, પોલીસ અને પાલિકા પ્રશાસન દ્વારા દોરડા, સીડી વડે નીચે ઉતારવા કવાયત : ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : ભુજ નગરપાલિકાની શેરી ફેરિયા હટાવ ઝુંબેશ વચ્ચે સામાજિક કાર્યકરના આપઘાત માટેના પ્રયાસની ચીમકીથી ચકચાર મચી છે.
૨૦૦ જેટલા શેરી ફેરિયા પાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતા તે વચ્ચે દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં સામાજિક કાર્યકર મામદ લાખા ભુજ નગરપાલિકાની બિલ્ડિંગની ઉપર ચડતા ખળભળાટ મચી ગયો હતો.
લોકો ઉમટ્યા હતા પોલીસ અને પાલિકા પ્રશાસને દ્વારા દોરડા, સીડી વડે નીચે ઉતારવા કવાયત હાથ ધરી છે. ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
