News of Monday, 31st August 2026
જૂનાગઢમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા : કોર્ટે રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો
તત્કાલીન PI એમ.એમ. વાઢેરની સચોટ તપાસ અને PP એન.કે. પુરોહિતની ધારદાર દલીલો ગ્રાહ્ય : છઠ્ઠા એડિશનલ સેશન્સ જજે સંભળાવ્યો ચુકાદો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૩૧ : જૂનાગઢમાં દુષ્કર્મના ગુનામાં નામદાર છઠ્ઠા એડિશનલ સેશન્સ જજશ્રી, જૂનાગઢની કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
કોર્ટ દ્વારા તપાસ કરનાર તત્કાલીન PI શ્રી એમ.એમ. વાઢેરની સચોટ અને નિષ્પક્ષ તપાસ તથા સરકારી વકીલ PP શ્રી એન.કે. પુરોહિતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મોહંમદઅવેશ અમીનભાઈ બ્લોચને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કોર્ટે આરોપીને IPC કલમ 363(1) હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.10,000 ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ સજા ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે.
આ ચુકાદાથી પોલીસની તપાસની કામગીરી અને ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા સેવા સુરક્ષા શાંતિના સૂત્ર સાથે આ કેસમાં ન્યાય અપાવવા કરેલી કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
