<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

એકાદ જગ્યાએ ભૂલ થવાથી એક્સપાયરી ડેટવાળો કઠોળનો જથ્થો પહોંચ્યો હોય તેવી શક્યતા

ભાવનગરમાં આંગણવાડી નંબર 59 માં એક્સપાયર કઠોળ અંગે ICDS વિભાગનો દાવો

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત મોતીતળાવ આંગણવાડી નંબર 59 અને અર્બન 2માં એક્સપાયરી ડેટ વિતેલા કઠોળના વિતરણ અંગે મનપાના ICDS વિભાગે દાવો કર્યો કે અમને એક ફરિયાદ મળી હતી જેની અમે તપાસ હાથ ધરી છે..જો કે કોઈ મોટી માત્રામાં કોઈ પાસે કઠોળ પહોંચ્યો નથી એકાદ જગ્યાએ ભૂલ થવાથી એક્સપાયરી ડેટવાળો કઠોળનો જથ્થો પહોંચ્યો હોય તેવી શક્યતા છે. આમ છતાં પુરવઠા વિભાગ સાથે મળીને અમે રેશનશોપમાંથી કેવી રીતે જથ્થો ત્યાં પહોંચ્યો તેની તપાસ અમે કરી રહ્યા છીએ..બે દિવસ પહેલા ભાવનગરની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વિતેલા કઠોળનું વિતરણ થયું હતું..સરકારી યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અપાતા કઠોળની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે..

(12:25 AM IST)