<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ગોંડલના જેટકો સબ સ્‍ટેશનમાં ઘૂસેલા જરખનું સફળ રેસ્‍ક્‍યૂ

ગોંડલઃ જેતપુર રોડ પર આવેલા જેટકોના ૨૨૦ કે.વી. સબ સ્‍ટેશનમાં ગત રાત્રે જરખ ઘૂસી જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સબ સ્‍ટેશનની બહાર આવેલી મોટી ભેખડ પરથી જરખ અંદર આવી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગોંડલ રેન્‍જ વન વિભાગની ટીમ RFO એ.એ. માંગાણીની સૂચનાથી રાઉન્‍ડ ફોરેસ્‍ટર પ્રતિપાલસિંહ ચુડાસમા, રેસ્‍ક્‍યુ ટ્રેકર માધવ વ્‍યાસ અને હરિશચંદ્રસિહ જાડેજા સહિતની ટીમ જરૂરી રેસ્‍ક્‍યુ સાધનો અને પાંજરા સાથે સબ સ્‍ટેશન ખાતે પહોંચી હતી.   ૪ કલાકના ઓપરેશન બાદ જરખને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવા માટે સૂઝબૂઝપૂર્વક રેસ્‍ક્‍યુ  હાથ ધર્યું હતું. આખરે ટીમને સફળતા મળી અને જરખને કોઈ ઈજા પહોંચ્‍યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યું હતું.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી,ગોંડલ)

(10:33 AM IST)