તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ધ્રાંગધ્રામાં બેફામ ડમ્પર હડફેટે ગાયનું મોત

વઢવાણ, તા.૧: ધાંગધ્રા શહેરમાં ડમ્પરચાલકોની બેફામ ગતિ અને વાહનચાલકોની મનમાની સામેલોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે શનિવારે રાત્રે હળવદ રોડ પર એક ગાયને અજાણ્યા ડમ્પરે ટક્કર મારતા ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક સ્થળ પર રોકાયા વિના વાહન હંકારી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તડપી રહી હતી, પરંતુ અંતે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગૌપ્રેમીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા, જોકે ગાયને બચાવી શકાયી નહોતી આ બનાવને પગલે સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અકસ્માત સર્જનાર ડમ્પરચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બેફામ ઝડપે દોડતા ડમ્પરો સામે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડમ્પરચાલકને શોધવા માટે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને હળવદ રોડ પર ભારે વાહનોની અવરજવર તથા તેમની ગતિને નિયંત્રિત કરવા માટે કયા પગલાં લેવાઈ રહ્યા છે તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે સ્થાનિકોનું કહેવું છે કે આવી ઘટનાઓ માત્ર પશુઓ પૂરતી મર્યાદિત નથી; બેફામ વાહનચાલન માનવજીવન માટે પણ ગંભીર જોખમ બની શકે છે. જો આ જ સ્થળે કોઈ માનવી અકસ્માતનો ભોગ બન્યો હોત તો શું તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી થઈ હોત? તેવો સવાલ પણ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
