તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમીનો થનગનાટઃ લોકમેળાની જામશે રંગત
આજે નાગપાંચમ પર્વની ઉજવણીઃ કાલે રાંધણ છઠ્ઠ, ગુરૂવારે શિતળા સાતમઃ શુક્રવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે

તસ્વીરમાં ભાવનગરમાં બિરાજમાન શ્રી શિતળા માતાજી નજરે પડે છે.
રાજકોટ તા.૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા થનગનાટ અનુભવાઇ રહયો છે. આજે નાગદેવતાના પુજન સાથે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે.
કાલે રાંધણછઠ્ઠ, ગુરૂવારે શિતળા સાતમની ઉજવણી કરાશે અને શુક્રવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાશે. જન્માષ્ટમી પર્વમાં લોકમેળાની રંગત જામશે અને સોૈ કોઇ મેળાની મજા માણશે.
હિન્દુ પંચાંગ મુજબ નાગ પંચમીનો તહેવાર અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી કાલસર્પ દોષ, રાહુ-કેતુના દોષથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાય છે.
હિન્દુ ધર્મમાં નાગ દેવતાને ભગવાન શિવના હાર વાસુકિ અને ભગવાન વિષ્ણુની શૈયા શેષનાગ તરીકે પૂજવામાં આવે છે. માન્યતા છે કે હસ્તિનાપુરના રાજા પરીક્ષિતને તક્ષક નાગે દંશ દીધો હતો, ત્યારબાદ તેમના પુત્ર જન્મેજયે સર્પમેધ યજ્ઞ કર્યો હતો. આસ્તિક મુનિના કહેવાથી જન્મેજયે શ્રાવણ સુદ પાંચમના દિવસે યજ્ઞ બંધ કરી નાગોની પૂજા કરી, ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે.
બીજી કથા મુજબ ભગવાન શ્રીકળષ્ણએ યમુના નદીને ઝેરી કરનારા કાલિયા નાગને નાથ્યો હતો, તેના વિજયની યાદમાં પણ આ પર્વ ઉજવાય છે.
આ દિવસે સવારે સ્નાન કરી ઘરના મુખ્ય દ્વાર પર ચંદન કે હળદરથી નાગનું ચિત્ર બનાવી તેની પૂજા કરવામાં આવે છે. નાગની માટી કે ચાંદીની મૂર્તિ પર જળ, દૂધ, ગંગાજળ, અક્ષત, કુમકુમ, ફૂલ, બિલ્વપત્ર, ધૂપ-દીપ અને નૈવેદ્ય અર્પણ કરાય છે. સૌ પ્રથમ ભગવાન શિવની પૂજા કરીને ‘‘ઓમ નાગદેવતાભ્યો નમઃ'' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
આ દિવસે જમીન ખોદવી નહિ, જીવતા સાપને હેરાન કરવા નહિ અને માંસાહાર, દારૂ તથા ક્રોધથી દૂર રહેવું જોઈએ.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે તા. ૩ /૯/ ૨૦૨૬ ના રોજ ભાતીગળ લોકમેળો યોજાશે તથા ભાવનગર શહેર અને આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શીતળા માતાજીના દર્શન માટે ધર્મપ્રેમી ભાઈ બહેનો પધારતા હોય છે આથી એ લોકોને કોઈ મુશ્કેલી ન પડે એ હેતુથી વર્ષોથી શ્રી શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ ભાવનગર દ્વારા એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવે છે. તેમજ દર્શનની વ્યવસ્થા સંભાળવામાં આવે છે આમ છેલ્લા ઘણા વર્ષોથી શ્રી શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ વ્યવસ્થામાં પ્રમુખ ઉદય મકવાણા. ઉપપ્રમુખ ભરત મોણપરા, ચંદુ મેર, અનંત ભટ્ટ, હિતેન્દ્ર ભટ્ટ, અનીલ સિંહ ગોહિલ, મોહનભાઇ પટેલ, હરેશ ભાઈ દિહોરા, શંકરભાઇ મકવાણા, જગજીવન યાદવ, પાર્થ ભટ્ટ સહિત ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભાતીગળ લોકમેળામાં શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ ભાવનગર અને શીતળા માતાજીના મંદિર દ્વારા કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ મેળામાં આવતા નાના મોટા વેપારીઓ તથા ફેરીયા ભાઈઓ બહેનો ખાસ નોંધ લે પ્રમુખ ઉદય મકવાણાએ જણાવ્યું હતું.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
