તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
થાનગઢમાં તીર્થયાત્રાએ ગયેલા આર્મી જવાનના બંધ ઘરના તાળાં તૂટયા, રૂ. ૨.૩૭ લાખના દાગીનાની ચોરી

વઢવાણ તા.૧: થાનગઢ શહેરમાં તસ્કરોએ કાયદાના શાસનને પડકાર ફેંકયો હોય તેમ વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સરહદ પર દેશની રક્ષા કરતા ઇન્ડિયન આર્મીના એક જવાનના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.૨.૩૭ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. જવાન પોતાના પરિવાર સાથે તીર્થયાત્રાએ ગયા હતા ત્યારે પાછળથી આ ચોરીની ઘટના બનવા પામી હતી.
મળતી વિગતો અનુસાર, થાનગઢના રેલવે સ્ટેશન પાછળ આવેલા પરશુરામ બ્લોકમાં રહેતા ૩૭ વર્ષીય નીતિનકુમાર મુકુંદરાય રાઠોડ ઇન્ડિયન આર્મીમાં છેલ્લા ૧૫ વર્ષથી રાયફલમેન તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ પુંછ સેક્ટરમાં તૈનાત છે. નીતિનકુમાર એક મહિનાની રજા મેળવીને પોતાના વતન થાનગઢ આવ્યા હતા.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
