<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ધ્રોલના લતીપરમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવારની ૧૨ વર્ષીય બાળકીનું ઝેરી પાણી પી જતાં કરૂણ મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧: તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલી વાડીમાં રમતા રમતા ભૂલથી ઝેરી દવાવાળા ડબ્‍બામાંથી પાણી પી લેતા ૧૨ વર્ષની શ્રમિક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.મળતી વિગતો મુજબ, મૂળ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગહન ગામના વતની અને હાલ લતીપર ગામની સીમમાં હિતેષભાઈ પાંચાભાઈ રામાણીની વાડીમાં ખેતમજૂરી કરતા દિનેશભાઈ ભુવાનભાઈ બાંભણીયા અને તેમના પત્‍ની વાડીમાં મગફળીના પાકમાં નીંદણ કરી રહ્યા હતા. તે સમયે તેમની ૧૨ વર્ષીય પુત્રી સેમ્‍પાબેન અન્‍ય બાળકો સાથે વાડીની ઓરડી પાસે રમી રહી હતી.રમતા રમતા સેમ્‍પાબેને અજાણતા ઝેરી દવાવાળા ડબ્‍બા વડે પાણી પી લીધું હતું. ઝેરી દવાની ગંભીર અસર થતાં બાળકીને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી, જ્‍યાં સારવાર દરમિયાન તેણીએ દમ તોડ્‍યો હતો. બનાવ અંગે પિતા દિનેશભાઈ બાંભણીયાએ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જે. કે. દલસાણીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.(

(11:06 AM IST)