તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
વઢવાણ ધારાસભ્યને ઉત્કૃષ્ટ ધારાસભ્ય તરીકેનો સાઇન ઇન ઇન્ડિયા એવોર્ડ એનાયત
નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણાએ કરેલી કામગીરીને લઈ અને તેમને બિરદાવવામાં આવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧: તાજેતરમાં સાઇન ઇન ઇન્ડિયા બેસ્ટ એમએલએ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા ને પણ બેસ્ટ ધારાસભ્યનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધારાસભ્યના બેસ્ટ એવોર્ડ આપતા સમયે સાઇન ઇન ઇન્ડિયા દ્વારા મતવિસ્તારમાં કરેલા કામો નાગરિકો માટે લેવામાં આવેલા નિર્ણયો જાહેર ફરિયાદોના નિરાકરણ પ્રતિભાવ મતદારો સાથેની ક્રિયા પ્રતિક્રિયા સહિત અનેક મહત્વપૂર્ણ બાબતો ધ્યાને લેવામાં આવી હતી. જેને આધારે વઢવાણ ધારાસભ્યને પણ આ બાબતો ના આધારે સાઇન ઇન ઇન્ડિયા બેસ્ટ એમ.એલ.એ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જેને લઇને સમગ્ર વઢવાણ પંથકના કાર્યકર્તાઓ નેતાઓ અને આગેવાનો અને આમ જનતામાં ખુશીની લહેર દોડી ઊઠવા પામી છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
