<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

પોરબંદરના ‘શ્રી કૃષ્‍ણ સખા સુદામા'- લોકમેળાની તૈયારીને આખરી ઓપ

ચોપાટી મેદાનમાં તા.૩ થી ૭ સુધી પાંચ દિવસનો લોકમેળો : સાંસ્‍કૃતિક કાર્યક્રમો માટે અદ્યતન સાઉન્‍ડ-લાઇટની સુવિધા સાથેનું વિશાળ સ્‍ટેજ : જાહેર સલામતી માટે વિશેષ વ્‍યવસ્‍થા લોકમેળામાં પાંચ દિવસ સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં ગુરૂવારે રાજગઢવી અને મયુર દવેનો લોકડાયરોઃ શુક્રવારે લાલો યુનિવર્સલઃ શનિવારે ઇશાની દવે લાઇવ કોન્‍સર્ટમાં ગુજરાતી- હિન્‍દી સુપરહિટ ગીતો રજૂ કરશેઃ રવિવારે ગુજરાતી લોકસંગીતમાં સાંત્‍વની ત્રિવેદી


 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: શ્રી કળષ્‍ણ સખા સુદામા સાંસ્‍કળતિક લોકમેળાની તૈયારીઓને  આખરી ઓપ અપાઇ રહેલ છે. તા. ૩ થી ૭  ચોપાટી મેદાન ખાતે લોકમેળો યોજાશે.

મહાનગરપાલિકાના મેયરશ્રી સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણીની અધ્‍યક્ષતામાં ભગવાન શ્રી કળષ્‍ણના જન્‍મોત્‍સવની ઉજવણીના પાવન પ્રસંગે શ્રી કળષ્‍ણ સખા સુદામા સાંસ્‍કળતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ લોકમેળાને સુદામાજીના સખા ભગવાન શ્રી કળષ્‍ણના જન્‍મોત્‍સવની ઉજવણીના અલૌકિક પ્રસંગને યાદગાર બનાવવા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અને સ્‍ટેજ તૈયાર કરવામાં આવેલ છે, જેથી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત જનમેદની સાંસ્‍કળતિક કાર્યક્રમોનો આનંદ માણી શકે.

લોકમેળામાં મનોરંજન માટે મોટી ચકડોળ, મોતનો કુવો તેમજ વિવિધ નાની-મોટી રાઈડ્‍સના આયોજનની તૈયારી થઈ રહી છે. ખાણીપીણીના વિવિધ સ્‍ટોલ પણ મેળાનું ખાસ આકર્ષણ બનશે. મેળા પરિસરમાં ભગવાન શ્રી કળષ્‍ણની પ્રતિકળતિઓ સાથેના આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્‍યારે સુદામાજી અને ભગવાન શ્રી કળષ્‍ણના તૈલીચિત્રો પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર અને રાજ્‍યભર માંથી મોટી સંખ્‍યામાં લોકો મેળાની મોજ માણવા આવે તેવી શકયતાને ધ્‍યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્કિંગથી લઈને પીવાના પાણી, આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા સહિતની તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ પર ખાસ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. મેળામાં આવતા લોકોની સલામતી અને સુરક્ષા માટે પૂરતી વ્‍યવસ્‍થા સાથે ટ્રાફિક અને ર્પાકિંગનું સુચારુ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વીજળી અને લાઈટિંગ, સાઉન્‍ડ વ્‍યવસ્‍થા, ફાયર સેફ્‌ટી, પાણી પુરવઠો, સફાઈ-સ્‍વચ્‍છતા, આરોગ્‍ય અને તબીબી સેવાઓ, સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ અને સતત મોનીટરીંગ સહિતની વ્‍યવસ્‍થાઓ ભી કરવામાં આવી રહી છે. મંડપ, સ્‍ટેજ, બેરીકેટિંગ તેમજ જાહેર જનતાને જરૂરી માર્ગદર્શન અને અન્‍ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો વચ્‍ચે સંકલન સાધી લોકમેળાનું આયોજન સુવ્‍યવસ્‍થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાંસ્‍કળતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરનાર શ્રી કળષ્‍ણ સખા સુદામા સાંસ્‍કળતિક લોકમેળાને સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે.

શ્રી કળષ્‍ણ સખા સુદામા સાંસ્‍કળતિક લોકમેળો-૨૦૨૬માં પાંચ દિવસ જામશે સાંસ્‍કળતિક કાર્યક્રમોની રમઝટ બોલાવશે. રાજ ગઢવી-મયુર દવે, ઈશાની દવે, અઘોરી મ્‍યુઝિક અને સંતવાણી ત્રિવેદી સહિતના કલાકારો પોતાની કલાની પ્રસ્‍તુતિ કરશે.

આ લોકમેળામાં તા. ૩  - ગુરુવાર  લોકડાયરામાં રાજ ગઢવી અને મયુર દવે, તા.૪ - શુક્રવાર લાલો યુનિવર્સલ- શ્રી કળષ્‍ણના ગીતો પર આધારિત વિશેષ સંગીતમય પ્રસ્‍તુતિ તેમજ તા. ૫ - શનિવાર -ગુજરાતી-હિન્‍દી સુપરહિટ લાઈવ કોન્‍સર્ટ ઈશાની દવે રજૂ કરશે. તા. ૬ સપ્‍ટેમ્‍બર, રવિવારે ગુજરાતી ફયુઝન અને હિપ-હોપની ધમાકેદાર પ્રસ્‍તુતિ અઘોરી મ્‍યુઝિક અને તા.૭ - સોમવાર ગુજરાતી લોકસંગીતની સુરીલી સાંજ સંતવાણી સાંત્‍વની ત્રિવેદી સંગાથે રજૂ થશે.

(11:55 AM IST)