તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ખેતરમાં યજ્ઞ કરીને કોંગ્રેસ દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણીઃ એકસાથે ૫૦ જગ્યાએ વિરોધ કાર્યક્રમ
દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર જીલ્લામાં વરસાદની ભારે ઘટઃ ભાજપ સરકાર સામે આક્રોશ : સુકાયેલી ખેત પેદાશ હોમી અનોખો વિરોધ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: વરસાદ ઓછો વરસતા સૌરાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ તેજ બની છે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જિલ્લામાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાંમાં છેલ્લા ૬ અઠવાડિયાથી વરસાદનો છાંટો પણ પડ્યો નથી. ખેતરમાં યજ્ઞ કરી કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. સરકારને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસ દ્વારા યજ્ઞ કરાયો હતો. એક સાથે અલગ અલગ ૫૦ જગ્યાએ યજ્ઞ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
યજ્ઞમાં સુકાયેલી ખેત પેદાશ હોમી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં ૯૪% , પોરબંદરમાં ૮૩% , જામનગર અને કચ્છમાં ૨૯ - ૨૯% વરસાદની ઘટ છે. તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવાની કોંગ્રેસની માંગ છે.
ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની કોંગ્રેસની માંગ, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો તાત્કાલિક ભરવાની કોંગ્રેસની માંગ છે. ખેડૂતો, ખેત મજૂરોને રોજગારી માટે રાહતકામો તાત્કાલિક ચાલુ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
