હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં મ્યુનિ. કમિશનરના PAના મકાનમાંથી ચોરી, તસ્કારો 77,700 ની રોકડ ઉઠાવી ગયા.
ખત્રીવાડમાં આવેલા ઘરમાંથી તાળા તોયા વિના બે કબાટમાંથી રૂ.77 હજારની રોકડ રકમની જ ઉઠાંતરી કરી : જાણભેદુ હોવાની આશંકા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાના કમિશનરના PA તરીકે ફરજ બજાવતા પરેશ કુંદનલાલ અંજારિયાના ઘરે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તેઓ ખત્રીવાડ શેરી નંબર 1 માં રહે છે. તેમના ઘરમાંથી તારીખ 19/9 થી 23/9 ની વચ્ચેના સમયગાળા દરમિયાન 77,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે.
આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પ્રબળ આશંકા છે. કારણ કે, ઘરમાં રહેલા બે કબાટમાંથી માત્ર 77,000 રૂપિયાની રોકડ રકમ જ ચોરાઈ છે. કબાટમાં સોના અને ચાંદીના ઘરેણાં પણ પડ્યા હતા, પરંતુ ચોરે તેને હાથ પણ લગાવ્યો ન હતો. આશ્ચર્યની વાત એ છે કે, મકાનના કે કબાટના કોઈ તાળા તોડવામાં આવ્યા નથી અને ચોરી કરવામાં આવી છે. ચોરાયેલી રકમમાં 10 અને 20 રૂપિયાના બંડલનો પણ સમાવેશ થાય છે.
આ બનાવ અંગેની જાણ થતાં પરિવાર દ્વારા 112 નંબર પર પોલીસને ફરિયાદ કરી જાણ કરવામાં આવી હતી. જેના પગલે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 19 ના રોજ બાજુની શેરીમાંથી પણ કોઈ જાણભેદુ દ્વારા આ જ રીતે 8,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરવામાં હતી. ઉલ્લેખનીય છે કે આ મકાનમાં માત્ર બે જ વ્યક્તિઓ રહે છે અને પરેશ કુંદનલાલ અંજારિયા મહાનગરપાલિકામાં કમિશનરના PA તરીકે પોતાની ફરજ બજાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
