<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

જેતપુરના વાડાસડા અને ધોરાજીના ઝાંઝમેર ગામે પત્તા ટીચતા ૭ ઝડપાયા

જેતપુર તાલુકા પોલીસે રૂ.૧૦૭૮૦ અને ધોરાજી તાલુકા પોલીસે રૂ.૫૨૩૦નો મુદામાલ કબજે કર્યો છે

 

રાજકોટ,તા.૨૨: રાજકોટ ગ્રામ્‍યમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા સાત શખ્‍સોને ઝડપી પાડ્‍યા છે.જેતપુર તાલુકાના વાડાસડા ગામે જુગાર રમતા ૪ શખ્‍સોને ઝડપી રૂ.૧૦૭૮૦નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે ધોરાજી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝાંઝમેર ગામે દરોડો પાડી ૩ પત્તાપ્રેમીને ઝડપી લઇ કુલ રૂ.૫૨૩૦નો મુદામાલ કબજે કરવામાં આવ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ જેતપુર તાલુકાના વાડાસડા ગામે ધવલ મોહનભાઈ ખુમાણના મકાનની બહાર જુગાર રમાતો હોવાની બાતમી પ્રદ્યુમનસિંહ વાઘેલાને મળતા ટીમે દરોડો પાડી જુગાર રમતા ધવલ મોહનભાઈ ખુમાણ, બીપીન શીવાભાઈ પડાયા, હમીર મંગાભાઈ ખુમાણ,ભૂપત સાજણભાઈ ખુમાણ (રહે.બધા વાડાસડા)ને ઝડપી લઇ જુગારના પટમાંથી કુલ રૂ.૧૦૭૮૦નો મુદામાલ કબજે કરી આગળની તપાસ હેડકોન્‍સ. એમ.આર.જોગરાદીયાને સોપવામાં આવી છે.

બીજા દરોડામાં ધોરાજીના ઝાંઝમેર ગામે નટુભાઈ વિરાભાઈ સોલંકીના મકાનની સામે જુગાર રમતો હોવાની બાતમીના આધારે ધોરાજી તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા નટુ વિરાભાઈ સોલંકી,રાજેશ ભગવાનદાસ કેલૈયા,ગીરીશ કરશનભાઈ બાબરિયા(રહે.બધા ઝાંઝમેર)ને ઝડપી લઇ જુગારના પટમાંથી ગંજીપતા અને રોકડ મળી કુલ રૂ.૫૨૩૦નો મુદામાલ કબજે કરવામાં આવ્‍યો છે.

(10:42 AM IST)