તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 30th August 2026
વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર કરાશે
આગામી સમયમાં ખેડૂતો કુવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે. વિછીયા પાસે હિંગોળગઢ અભ્યારણ ફરતે દિવાલ કરવામાં આવશે.

રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ખેડૂતોની જમીનમાં 7/12 ના ઉતારામાંથી ઇકોસેન્સીટીવ ઝોનની નોંધ દૂર કરવામાં આવશે. વિછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામને પર્યાવરણ અને વન વિભાગ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી ગ્રામજનો સાથે બેઠક કરી હતી. આગામી સમયમાં ખેડૂતો કુવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે. વિછીયા પાસે હિંગોળગઢ અભ્યારણ ફરતે દિવાલ કરવામાં આવશે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
