તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સાણંદના ૭૬ વર્ષિય લીલાબેન સોલંકી મોરબીમાં બેભાનઃ મોત
ભત્રીજાને ત્યાં આટો દેવા આવ્યા હતાં: હૃદય બેસી ગયું

રાજકોટ તા. ૧૮: અમદાવાદના સાણંદમાં રહેતાં લીલાબેન નટુભાઇ સોલંકી (ઉ.વ.૭૬) નામના વૃધ્ધા મોરબીમાં વાલ્મિકીવાસમાં રહેતાં ભત્રીજા ભરતભાઇના ઘરે આટો દેવા આવ્યા હોઇ અહિ બેભાન થઇ જતાં બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
લીલાબેનને સંતાનમાં બે દિકરા છે. પોતે કેટલાક દિવસ પહેલા મોરબી ભત્રીજાના ઘરે આવ્યા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. (
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
