<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર તાલુકા સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૭.૪૮ ટકા થયુ મતદાન

પુરુષ મતદાન ટકાવારી ૭૮.૦૬ ટકા તથા મહિલા મતદાનની ટકાવારી ૭૬.૮૯ ટકા નોંધાઈ

જામનગર:જામનગર જિલ્લા અને તાલુકા ની સિક્કા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી આજે કુલ ૭ વોર્ડ  ની ૨૮ બેઠક માટે મતદાન થયું હતું .અંતર્ગત આજે વિવિધ વોર્ડોમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન યોજાયું હતું. મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને મોટા પ્રમાણમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સાંજે ૬ વાગ્યા સુધી માં ૭૭.૪૮ ટકા જેટલું ઊંચું  મતદાન થયું છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૧૯,૪૦૯ હતી, જેમાંથી પુરુષ મતદારો ૯,૮૮૬ અને મહિલા મતદારો ૯,૫૨૩ હતા. તેમાંમાંથી કુલ ૧૩,૮૮૪ મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષનું મતદાન ૭૭૧૭ તથા મહિલાનું મતદાન ૭૩૨૨ રહ્યું હતું.
આ મુજબ કુલ મતદાન ટકાવારી સાંજે ૬ વાગ્યા સુધી માં ૭૭.૪૮ ટકા રહી હતી,જેમાં પુરુષ મતદાન ટકાવારી ૭૮.૦૬  ટકા તથા મહિલા મતદાનની ટકાવારી ૭૬.૮૯ ટકા નોંધાઈ છે.
કેટલાક વોર્ડોમાં મતદાન ટકાવારી ૭૮.૦૭ ટકા અને ૭૭. ૦૦ ટકા જેટલી ઊંચી નોંધાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં આશરે ૭૭.૪૮  ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અન્ય વિસ્તારોમાં આશરે ૭૨.૨૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તથા પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું

(9:19 PM IST)