<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૮ ઉમેદવારો, મહાપાલિકાની ૫૨ બેઠક માટે ૧૭૭ ઉમેદવારો મેદાને.

જીલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા પંચાયતમાં ૦૩ ફોર્મ અને મોરબી મહાનગરપાલિકામાં ૦૪ ફોર્મ પરત ખેંચાઈ ગયા છે હવે જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૮ ઉમેદવારો મેદાને છે તો મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક માટે ૧૭૭ ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે.

   ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોરબી મહાનગરપાલિકામાં ૦૪ ફોર્મ પરત ખેંચાયા છે અને મોરબી જીલ્લા પંચાયતમાં ૦૩ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે મોરબી જીલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તેમજ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ વોર્ડમાં ઉમેદવારો મેદાને ઉતાર્યા છે જેથી ત્રિપાંખીયો જંગ જોવા મળી સકે છે

(10:31 PM IST)