તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
મોરબીના મચ્છુ-૩ ડેમમાં આવક ચાલુ રહેતા ૮ દરવાજા ૩ ફૂટ ખોલાયા
ડેમમાંથી ૨૦૦૮૮ કયુસેક પાણી નદીમાં છોડાયું, નીચાણવાસના ૨૧ ગામોના લોકોને એલર્ટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૫: જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક ચાલુ છે. વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતાં તંત્ર દ્વારા દરવાજા વધારે ખોલવા અંગેનો ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
તારીખ ૨૫/૦૭ ના રોજ સવારે ૮:૩૦ કલાકની સ્થિતિએ મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૨૦૦૮૮ કયુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેની સામે એટલું જ એટલે કે ૨૦૦૮૮ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ મેસેજ એચ. વી. કાસુન્દ્રા દ્વારા જારી કરવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના નીચાણવાસમાં આવતા ગામોના લોકોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદીના પટમાં બિલકુલ અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ બાબતની જાણકારી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી (ગ્રામ્ય વિભાગ), અધિક્ષક ઈજનેર સહિતના તમામ સંબંધિત અધિકારીઓને કરી દેવામાં આવી છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા, માળિયા (મિયાણા) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદ૨કા, માળિયા (મિયાણા), હરીપર, ફતેપરને એલર્ટ કરાયા છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
