News of Saturday, 28th November 2026
મહુવાના પરતાપરા ગામે 8 વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો
ગ્રામજનોએ બાળકને બચાવી તળાજા હોસ્પિટલ ખસેડ્યો : વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે, જ્યાં પરતાપરા ગામના 8 વર્ષીય આશિષ ભાલીયા નામના બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. હુમલા સમયે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને બાળકને દીપડાના પંજામાંથી છોડાવી બચાવી લીધો હતો અને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ હિંસક દીપડો હાલ ભગુડા વિસ્તાર તરફ હોવાનું જાણવા મળ્યું છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
