<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ભુજ સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) હેડક્વાર્ટર ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્ણ અને ગરિમામય ઉજવણી

ડીઆઈજી યોગેન્દ્ર સિંહ રાઠોડે આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી તેમજ ઉપસ્થિત સૌ જવાનો અને નાગરિકો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

કચ્છ સરહદે આવેલા ભુજ સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) હેડક્વાર્ટર ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્ણ અને ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે BSF સેક્ટર ભુજના ડીઆઈજી (DIG) યોગેન્દ્ર સિંહ રાઠોડે આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમજ ઉપસ્થિત સૌ જવાનો અને નાગરિકો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. સમારોહ દરમિયાન સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને BSF પરિવારે ઉત્સાહભેર ભાગ લઈને મનમોહક દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રકારના આયોજનથી સરહદના રક્ષક એવા BSF જવાનો અને સ્થાનિક નાગરિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ તથા સંબંધો વધુ મજબૂત બન્યા હતા.

(2:02 PM IST)